8 અનમોલ ગુજરાતી સુવિચાર | જીવન, ધૈર્ય અને સકારાત્મક વિચારો
🌸 જીવન બદલવાની શક્તિ ધરાવતા 8 અનમોલ ગુજરાતી સુવિચાર 🌸
સારા વિચારો જીવનને સુંદર બનાવે છે. મહાન વ્યક્તિઓના આ અનમોલ શબ્દો વાંચો, સમજો અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો. ❤️
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે?
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
🌺 આજનો પ્રેરણાદાયક સંદેશ 🌺
જીવનમાં સારા વિચારો રાખો, દરેક વ્યક્તિને માન આપો, ધૈર્યથી મહેનત કરો અને હંમેશાં ખુશ રહો. કારણ કે સુંદર વિચારો જ સુંદર જીવનનું નિર્માણ કરે છે.
❤️ સકારાત્મક રહો, ખુશ રહો અને પ્રેમ વહેંચતા રહો. ❤️
Comments
Post a Comment